આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પંચપ્રકલ્પ યોજના અન્વયે કિડની અંગેની ડિજિટલ બુકનું વિમોચન તથા માર્ગદર્શન કાર્યક્ર્મ:

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પંચપ્રકલ્પ યોજના અન્વયે
કિડની અંગેની ડિજિટલ બુકનું વિમોચન તથા માર્ગદર્શન કાર્યક્ર્મ:
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આંકડાશાસ્ત્ર ભવનના ઓડિટોરિયમમાં તા. ૧૧/૦૩/૨૦૨૨ ના રોજ એક ચર્ચા સભાનું આયોજન થયેલ હતુ, મુખ્ય વક્તા તરીકે ડો. પ્રદીપ કણસાગરા પુર્વ ચેરમેનશ્રી સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બી.ટી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ અને હાલના ચેરમેન ડો. વિવેક જોશી ઉપસ્થિત રહ્યા હતા, મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડો. દીપક પટેલ દ્રારા કરવામાં આવેલ હતુ. આજના કાર્યક્રમમાં કિડની અંગેની ડિજિટલ બુકનું વિમોચન માન.કુલપતિશ્રી  ડો. જી.સી.ભીમાણી સાહેબના હસ્તે થયુ હતુ.

      સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. જી.સી.ભીમાણી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતીમાં એક લોક કહેવત છે કે “પહેલુ સુખ તે જાતે નર્યા”, આપણે સ્વસ્થ હોઈએ તો આપણા સર્વનો પ્રયાસ કામ લાગે સમગ્ર સૃષ્ટિને આગળ લઇ જવા માટે અને તેના માટેનું ઉત્તમ ઉદાહરણ આપણું માનવશરીરમાં કોઈ અગત્યનું અંગ હોઈ તો તે અંગ કીડની. આ કીડનીની જાળવણી કઈ રીતે કરવી, વર્તમાન પરીસ્થિતિમાં આપણા અયોગ્ય આહારનાં કારણે નિમ્ન પ્રકારના અખાદ્ય પદાર્થો લઈએ છીએ તેની અસર આપણા શરીરનાં સ્વાસ્થ્ય અને  કીડની ઉપર થાય છે તે અંગે માન.કુલપતિશ્રી દ્રારા પંચ પ્રકલ્પ અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જન જાગૃતિ અને વિદ્યાર્થીઓને નેતૃત્વ દ્રારા  યુવાનો સમાજમાં  માર્ગદર્શન આપી પોતાની સામાજિક જવાબદારીઓ વહન કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે તે માટેનું વિશેષ માર્ગદર્શન આપેલ હતુ.

         ડો.પ્રદીપભાઈ કણસાગરાએ પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે લોકોની લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવતા તેની ગંભીર અસરોથી  વિશ્વભરમાં કિડનીનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહયો  છે, દરમિયાન દેશમાં હાલ એક કરોડથી વધુ લોકો કિડનીનાં રોગથી પીડાઈ રહયા છે જયારે સૌરાષ્ટ્રમાં ૫૦,૦૦૦ જેટલા દર્દીઓ કિડનીનાં રોગથી પીડાતા હોવાનો અંદાજ નિષ્ણાંત તબીબોએ આપ્યો છે. ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરનાં દર્દીઓનું પ્રમાણ વધતા કિડનીનાં રોગનું જોખમ પણ વધ્યુ છે. લોકોનું બેઠાડું જીવન અને ખાવા - પીવાની બદલાતી આદતો, કસરતોનો અભાવ, ઓછુ પાણી પીવુ, વધુ પડતુ વજન, ચિંતા જેવા અનેક કારણોસર  કિડનીનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સામાન્ય રીતે  ૯૦ % દર્દીઓને જયારે ખબર પડે ત્યારે તેની કિડની ખરાબ થઈ ચૂકી હોય છે મોટાભાગનાં કિસ્સાઓમાં મોડુ નિદાન  મહત્વનું કારણ બને છે. કિડની ફેઈલ થવા પાછળ પથરી, ડાયાબીટીસ, ઉંચુ બ્લડ પ્રેસર , સ્થુળતા જેવા કારણો જવાબદાર છે સમયસર ચેક અપ કરાવતા રહેવુ, સૌથી વધુ પાણી પીવુ રોજ ૩ થી ૪ લીટર પાણી પીવુ જોઈએ , ધુમ્રપાનથી દૂર રહેવામાં આવે તો  કિડનીની બિમારીથી બચી શકાય છે.  

      ચેરમેનશ્રી સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બી.ટી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ ડો. વિવેક જોશી સાહેબે  વિદ્યાર્થીઓ અને  ભવનના અધ્યાપકશ્રી દ્રારા કીડની અંગેના પ્રશ્નોતરી કરવામાં આવેલ હતા.

       આ કાર્યક્રમ માનવ સંસાધન વિકાસ કેન્દ્ર ના  અધ્યક્ષ ડો. કલાધરભાઈ આર્ય, તથા બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડો. રમેશભાઈ કોઠારી, આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. કિશોરભાઈ આટકોટીયા, મનોવિજ્ઞાન ભવન અધ્યક્ષ ડો. યોગેશભાઈ જોગસન, એમ.બી.એ ભવનનાં અધ્યક્ષ ડો. સંજયભાઈ ભાયાણી,  ગુજરાતી ભવનનાં પ્રોફેસર ડો. દીપક પટેલ એ સ્વાગત પ્રસ્તાવ પંચ પ્રકલ્પ ના નોડલ ઓફિસર તરીકે કર્યો. શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિનભાઈ સોની અને તેમની ટીમ સહિત વિશેષ રૂપે જવાબદારીના ભાગ રૂપે હાજર રહ્યા હતા  આ કાર્યક્રમનું સંચાલન  સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો. ભરત ખેર દ્રારા કરવામાં આવેલ હતું.
 કાર્યક્રમને સફળ બનાવવા માટે શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની સાહેબ અને સમગ્ર શારીરિક શિક્ષણ વિભાગના સ્ટાફ તથા  શારીરિક શિક્ષણ ભવનના પ્રોફેસર ડો. ભાવેશ રાબા અને ડૉ. ભાવિક કન્ટેસરીયા દ્રારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમના અંતે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયશ્રી નાયક દ્રારા આભારવિધિ કરવામાં આવેલ હતી.


Published by: Physical Education Section

11-03-2022